નવી દિલ્હી - 

આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના મોસ્ટ માર્કેટેબલ એથ્લિટની યાદીમાં ચોથા નંબરે છે. નેલ્સન સ્પોર્ટ્સની આ યાદીમાં ભારતનો વાઈસ કેપ્ટન અને આઈપીએલનો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા 8મા સ્થાને છે. ટોપ-50માં આ બંને સિવાય એક પણ ભારતીય ખેલાડી કે ક્રિકેટર નથી. વિરાટનો એથ્લિટ ઈન્ફ્લ્યુએન્શર સ્કોર 109 અને રોહિતનો 103 છે. સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનો લિયોનલ મેસી પ્રથમ નંબરે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બીજા નબરે છે. સેરેના વિલિયમ્સ, મારિયા શારાપોવા અને અમેરિકન પ્રોફેશનલ બોક્સર ફ્લાઈડ મેવેદર આ યાદીમાં નથી.

43 વર્ષનો અમેરિકન ફૂટબોલર ટોમ બ્રેડી સૌથી વધુ ઉંમરનો.

12 વર્ષનો સ્કેટબોર્ડર સ્કાય બ્રાઉન સૌથી યુવાન.

25 દેશના ખેલાડી છે મોસ્ટ માર્કેટેબલ 50 ખેલાડીમાં