/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ઈજાગ્રસ્ત જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝમાંથી બહાર,શાર્દૂલને સ્થાન

નવી દિલ્હી 

વન-ડે સિરીઝમાં હારનો સામનો કર્યા બાદ ભારતે T-20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રનથી હાર આપી છે. એક સમયે મેચ ઓસ્ટ્રેલિયાની પકડમાં આવી ગઈ હતી, પણ હાર્દિક પંડ્યાએ એરોન ફિંચ (35) અને સંજૂ સેમસેને સ્ટીવ સ્મિથ (12)નો શાનદાર કેચ પકડી મેચમાં બાજી પલટી નાંખી હતી.

સ્મિથે ગત વન-ડે સિરીઝમાં ભારત સામે 2 સદી ફટકારી હતી, જ્યારે ફિંચે શાનદાર ફોર્મ દર્શાવ્યું હતું. આજે પ્રથમ T-20 મેચમાં 162 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ ક્રિઝ ઉપર ટકી જાય તો ભારત માટે આ મેચ જીતવી મુશ્કેલ બની ગઈ હોત.

પહેલી જ T-20માં ઈજાગ્રસ્ત થયેલ રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની બાકીની 2 T-20માં નહિ રમી શકે. જાડેજાની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને વિરાટ બ્રિગેડમાં સ્થાન આપવામાં આવ્યું છે. માથામાં બોલ વાગ્યો હોવાથી જાડેજાને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે અને શનિવારે સવારે જાડેજાનું જરૂર પડ્યે વધુ સ્કેન કરવામાં આવશે. જેને પગલે તે ઓસ્ટ્રેલિયા સામેની T-20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયાના ઓપનર ફિંચ અને ડી'આર્કી શોર્ટએ 56 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યારબાદ યુજવેંદ્ર ચહલે ફિંચ અને સ્ટીવ સ્મિથ (12) પર આઉટ કરી ઓસ્ટ્રેલિયાને મોટો ઝાટકો આપ્યો હતો. હજુ આ ઝાટકો સહન કર્યા બાદ ઓસ્ટ્રેલિયા માંડ મજબૂત સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ડેબ્યૂ મેચ રમી રહેલા ટી નટરાજને ગ્લેન મેક્સવેલ(2) અને ડી'આર્કી શોર્ટ(34) રન પર આઉટ કરી મિડલ ઓર્ડરને તોડી નાંખ્યુ હતું. છેલ્લે નટરાજને મિચેલ સ્ટાર્ક (1) ક્લીન બોલ્ડ કર્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution