ન્યૂ દિલ્હી

ન્યુઝીલેન્ડના બેટ્‌સમેન ડેવોન કોનવે અને ઇંગ્લેન્ડની મહિલા ટીમની સ્પિનર સોફી એકલસ્ટોનને જૂન મહિનાના આઈસીસી પ્લેયર્સ ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે કોનવેએ દેશના ખેલાડી કાયલ જેમિસન જેણે ભારત સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો અને દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકને પછાડી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ મળ્યો હતો.

કોનવેએ ટેસ્ટ ક્રિકેટના પ્રથમ મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને લોર્ડ્‌સમાં ઇંગ્લેન્ડ સામેની તેની ડેબ્યૂ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં અને ઈંગ્લેન્ડ સામેની અન્ય ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. કોનવેએ કહ્યું મને આ એવોર્ડ મળવાનો સન્માન છે. ટેસ્ટ ક્રિકેટમાં મારા પ્રદર્શનના આધારે મને આ એવોર્ડ મળ્યો છે, જે મારા માટે વિશેષ છે."

સોફીએ ભારતના શફાલી વર્મા અને સ્નેહ રાણાને છોડીને આ એવોર્ડ જીત્યો હતો. સોફી પણ ટેમિ બ્યુમોન્ટ પછી ઈંગ્લેન્ડની બીજી ખેલાડી બની છે જેણે આઈસીસી મહિલા ખેલાડીનો મહિનો જીત્યો હતો. વર્ષ ૨૦૧૮ માં આઈસીસીના ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર સોફી આઠ વિકેટ ઝડપીને ભારત સામે બ્રિસ્ટોલમાં રમાયેલી વન-ડે ટેસ્ટમાં સૌથી સફળ બોલર રહી હતી.