દોહા

બાવીસ વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરર જે 13 મહિના પછી કોર્ટ પર ઉતર્યો હતો, તે જીત સાથે પાછો ફર્યો હતો. વિશ્વના છઠ્ઠા ક્રમાંકના ફેડરરે કતાર ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં ક્વાર્ટર ફાઇનલમાં લડાઇમાં બ્રિટનની ડેનિયલ ઇવાન્સને 7-6,3-6,7-5થી હરાવ્યો હતો.


ત્રણ વખતનો ચેમ્પિયન ફેડરર નવ વર્ષ બાદ દોહામાં રમી રહ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં છેલ્લે 2012 માં રમી હતી.ફેડરરે તેની છેલ્લી મેચ ગયા વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં નોવાક જોકોવિચ સામે રમી હતી, તેને હરાવી હતી. ત્યારબાદ તેણે ઘૂંટણની બે સર્જરી કરાવી.