ભુવનેશ્વર 

ઓડિશા સરકારે દેશના સર્વોચ્ચ રમતગમતના સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે દોડવીર દુતી ચંદના નામની ભલામણ કરી છે. દુતી ઉપરાંત ઓડિશા સરકારે રમત મંત્રાલયને વધુ પાંચ નામ મોકલ્યા છે. દુતીએ ટ્‌વીટ કર્યું હતું કે ખેલ રત્ન એવોર્ડ માટે મારું નામ મોકલવા બદલ હું ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો આભારી છું. તમારા આશીર્વાદ હંમેશા સાથે રહે. "

ગત અઠવાડિયે પટિયાલામાં ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ ૪ માં દુતીએ ૧૦૦ મીટરમાં પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી ૧૧.૭ સેકન્ડનો સમય લીધો. તે ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય કરવાથી ૦.૦૨ સેકન્ડથી ચૂકી ગઈ. વર્લ્ડ રેન્કિંગના આધારે તે ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવા માટે તૈયાર છે.

દુતીને ગયા વર્ષે અર્જુન એવોર્ડ મળ્યો હતો. ઓડિશા સરકારે ટોક્યો ઓલિમ્પિક્સમાં ચાલતી ભારતીય હોકી ટીમના સભ્ય બિરેન્દ્ર લકરા અર્જુન એવોર્ડ માટે, હોકી કોચ કાળુ ચરણ ચૌધરી દ્રોણાચાર્ય એવોર્ડ માટે, પૂર્વ સ્પ્રિન્ટર ઓલિમ્પિયન અનુરાધા બિસ્વાલનું નામ ધ્યાનચંદ એવોર્ડ માટે મોકલ્યો છે. કેઆઈઆઈટી ડીમ્ડ યુનિવર્સિટી અને ઓડિશા માઇનિંગ કોર્પોરેશનના નામ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર માટે મોકલવામાં આવ્યા છે.