નવી દિલ્હી

વર્ષ 2020માં ક્રિકેટ ચાહકોને ખૂબ ઓછું ક્રિકેટ જોવા મળ્યું. કોરોના મહામારીને કારણે કેટલાક મહિનાઓ સુધી ક્રિકેટ અટકી ગયું હતું. જો કે, આ વર્ષે મેચો ઓછી રહી પણ કેટલીક શાનદાર ઇનિંગ્સ જોવા મળી. 

ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટ્સમેનમાંથી 4 ઈંગ્લેન્ડના છે.ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો વર્ષ 2020 ઇંગ્લેન્ડના બેટ્સમેનના નામે રહ્યું હતું. આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટ્સમેનમાંથી 4 ઈંગ્લેન્ડના હતા. 

1. બેન સ્ટોક્સ 

વર્ષ 2020માં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ છે. સ્ટોક્સે 7 મેચમાં 58.27 ની સરેરાશથી 641 રન બનાવ્યા હતા. સ્ટોક્સે 2 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 69 ચોગ્ગા અને 11 છગ્ગા નીકળ્યા હતા. 

2. ડોમ સિબલે 

ઇંગ્લેન્ડના બેટ્સમેન ડોમ સિબલે 615 રન સાથે બીજા સ્થાને રહ્યો હતો. સિબલેએ 47.30 ની સરેરાશથી 9 મેચમાં 611 રન ફટકાર્યા છે. રાઈટ હેન્ડ બેટ્સમેને બે સદી અને બે અડધી સદી પણ ફટકારી હતી. 

3. જેક ક્રોલી 

વર્ષ 2020માં ઇંગ્લેન્ડનો યુવાન બેટ્સમેન જેક ક્રોલી આ યાદીમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. તેણે 7 ટેસ્ટમાં 580 રન બનાવ્યા હતા. ક્રોલીએ 52.37 ની સરેરાશથી આ રન બનાવ્યા છે. તેણે 267 રનની મોટી ઇનિંગ્સ પણ રમી હતી. આ સાથે તેણે ત્રણ અડધી સદી ફટકારી હતી. 

4. કેન વિલિયમ્સન 

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન માત્ર 4 ટેસ્ટ રમ્યો હતો અને આ દરમિયાન તેણે 83ની સરેરાશથી 498 રન બનાવ્યા હતા. વિલિયમ્સને બે સદી અને અડધી સદી ફટકારી હતી. તેનો સર્વોચ્ચ સ્કોર 251 રન હતો. 

5. જોસ બટલરે 

પાંચમા નંબરે ઇંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે 9 ટેસ્ટમાં 38.23ની એવરેજથી 497 રન બનાવ્યા હતા. 

ભારત તરફથી સૌથી વધુ રન અજિંક્ય રહાણેએ બનાવ્યા છે. રહાણેએ 4 મેચમાં 38.95ની એવરેજથી 272 રન બનાવ્યા છે. તે બેટ્સમેનોની યાદીમાં 19માં સ્થાને છે.