મલ્લોરકા

વિશ્વના બીજા નંબરના ડેનિલ મેદવેદેવે મલ્લોરકા ઓપનની ફાઇનલમાં અમેરિકન સેમ ક્વેરીને ૬-૪, ૬-૨ થી હરાવી તેની કારકિર્દીનું પ્રથમ ગ્રાસ કોર્ટ ટેનિસ ખિતાબ જીત્યું. આ ટુર્નામેન્ટ સોમવારથી શરૂ થનારા વિમ્બલ્ડન માટેની પ્રેક્ટિસનું કામ કરે છે. મેડવેદેવે ફાઈનલના માર્ગમાં કોરેન્ટિન મૌટેટ, પાંચમાં ક્રમાંકિત કેસ્પર રુડ અને ચોથા ક્રમાંકિત પાબ્લો કેરેઓ બુસ્તાને પરાજિત કર્યો. આ તેની ૧૧ મી એટીપી ટાઇટલ જીત છે. જોકે વિમ્બલ્ડનમાં મેદવેદેવની સામે મોટો પડકાર છે. હાલે ઓપનના પહેલા રાઉન્ડમાં તેનો પ્રથમ રાઉન્ડના હરીફ જન-લેનાર્ડ સ્ટ્રફ દ્વારા હારનો સામનો કરવો પડ્યો હતો.