/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મેસ્સીએ મેરાડોનાને કર્યા યાદ,10 નંબરની જર્સી પહેરીને અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી 

ડિએગો મેરેડોનાનું 25 નવેમ્બરના રોજ 60 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હતું. મેરેડોનાની ગણતરી મહાન ફૂટબોલર્સમાં થાય છે અને તેમણે 1986માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમના જ દેશના લિયોનલ મેસીએ રવિવારે સ્પેનિશ ટૂર્નામેન્ટ લા લિગાની એક મેચમાં ગોલ કર્યા બાદ તેમને અલગ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી.

મેચમાં બાર્સેલોનાએ ઓસાસુનને 4-0થી માત આપી. મેસીએ મેચની 73મી મિનિટમાં ગોલ કર્યો. ગૉલ પછી તેણે મેરેડોનાની 10 નંબરની જર્સી પહેરી અને લીજેન્ડને શ્રદ્ધાંજલિ આપી. મેસીએ મેરેડોનાની નેવેલ્સ ઓલ્ડ બોય્સ ટીમની રેડ અને બ્લેક કલરની જર્સી પહેરી હતી.


આર્જેન્ટિનાના કેપ્ટન રહેલા મેરેડોનાએ 1986ના વર્લ્ડ કપમાં 5 ગોલ કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તેમનો વર્લ્ડ ફેમસ ગોલ પણ સામેલ છે, જેને "હેન્ડ ઓફ ગોડ"નું નામ આપવામાં આવ્યું છે. આ ગોલની મદદથી આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને ટૂર્નામેન્ટની બહાર કર્યું હતું.

મેરેડોનાએ ઇન્ટરનેશનલ કરિયરમાં 91 મેચ રમી, જેમાં 34 ગોલ કર્યા. તેણે 4 ફિફા વર્લ્ડ કપમાં 21 મેચ રમી, જેમાં 8 ગોલ કર્યા. 1986 વર્લ્ડ કપમાં તે ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ સાબિત થયા હતા. તેમને ગોલ્ડન બોલ એવોર્ડ મળ્યો હતો. મેરેડોનાને ફિફા પ્લેયર ઓફ ધ સેન્ચુરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેમને એક વાર વર્લ્ડ કપ ગોલ્ડન બોલ, એક વાર બેલોન ડી ઓર, 2 વાર સાઉથ અમેરિકન ફૂટબોલર ઓફ ધ યર, 6 વાર નેશનલ લીગ ટોપ સ્કોરર એવોર્ડ જીત્યો હતો. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution