બલ્ગેરિયા-

મહિલા ડબલ્સની પૂર્વ ટોચની ખેલાડી અને વિમ્બલ્ડન સિંગલ્સ સેમિફાઇનલિસ્ટ બાર્બરા સ્ટ્રાઇકોવાએ આંતરરાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં સ્ટ્રાઇકોવાએ કહ્યું કે અત્યાર સુધીમાં હું માત્ર એક જ દુનિયા વિશે જાણતી હતી જે ટેનિસ હતી. હું હંમેશા આ મહાન રમતને પસંદ કરીશ."

ચેક રિપબ્લિકની આ ૩૫ વર્ષીય ખેલાડીએ અગાઉ જાહેરાત કરી હતી કે તે ગર્ભવતી છે. તે સપ્ટેમ્બરમાં માતા બનશે અને આ પછી ટેનિસમાં પાછા ફરવાની યોજના નથી. તેમણે કહ્યું કે મેં મહામારી દરમિયાન મારી કારકીર્દિનો અંત લાવવાનું કદી વિચાર્યું ન હતું. જો કે જીવનમાં ઘણી ક્ષણો એવી છે કે જેની આપણે યોજના કરી શકતા નથી અને હું જીવનમાં માતાની નવી ભૂમિકા વિશે ખૂબ જ ઉત્સાહિત છું."