પરમા(ઇટાલી)

અમેરિકાની ૧૭ વર્ષીય કોકો ગોફે પરમા ખાતે ડબલ સફળતા સાથે એમિલિયા-રોમાગ્ના ઓપનમાં એકલ અને ડબલ્સનો ખિતાબ જીત્યો. કોકોએ પ્રથમ ચાઇનાની વાંગ કિયાંગને ૬-૧, ૬-૩ થી હરાવીને સિંગલ્સનો ખિતાબ જીત્યો અને ત્યારબાદ કેટી મેકનેલીની સાથે રમીને ડબલ્સનો ખિતાબ જીત્યો.

સિંગલ્સ વિશે વાત કરીએ તો ગોફની કારકિર્દીમાં આ ડબલ્યુટીએ સિંગલ્સનું બીજું ટાઇટલ છે. ૪૮ મી ક્રમાંકિત ચીની ખેલાડીના પડકારને પાર કરવામાં વિશ્વની ૩૦ ક્રમાંકિત ખેલાડી કોકો માટે એક કલાક અને ૧૪ મિનિટનો સમય લાગ્યો. અમેરિકન ખેલાડી અહીં તેના ટાઇટલ તરફ જવા માટે એક જ સેટ ગુમાવ્યો હતો.

૧૭ વર્ષીય કોકોએ પાછલા પખવાડિયામાં ઇટાલીના ક્લે કોર્ટમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ગયા અઠવાડિયે ઇટાલિયન ઓપનમાં સેમિ-ફાઇનલ દેખાવ સાથે આ અઠવાડિયે ટાઇટલ જીત્યું. કોકોએ હવે પ્રવાસ પર તેની છેલ્લી ૨૬ મેચમાંથી ૨૦ મેચ જીતી લીધી છે. તેનાથી વિપરીત કોકોએ ૨૦૧૯ અને ૨૦૨૦ માં સંયુક્ત રીતે ૨૧ મેચ જીતી હતી.

ડબલ્સ ફાઇનલમાં કોકો અને કેટીએ ક્રોએશિયાના દરિજા જુરાક અને સ્લોવેનીયાના આંદ્રેજા ક્લેપકને 6-3, 6-2થી પરાજિત કર્યો હતો. કોકોએ ડબલ્સનો ખિતાબ જીત્યા પછી કહ્યું મને લાગે છે કે આખું અઠવાડિયું હું તેના વિશે જ વિચારી રહી હતી. ખાસ કરીને જ્યારે અમે સેમિફાઇનલમાં પહોંચ્યા ત્યારે તે અમારા વિચારમાં સ્થિર થઈ ગયું. સિંગલ્સ અને ડબલ્સ બંને ટાઇટલ જીતવું મારા માટે એક મહાન અનુભવ હતો.

૧૭ વર્ષ અને ૭૦ દિવસની ઉંમરે કોકો ઇવેન્ટમાં સિંગલ્સ અને ડબલ્સનો ખિતાબ જીતનાર સૌથી યુવા ખેલાડી બની. કોકોએ ૨૦૦૪ માં બર્મિંગહામમાં રશિયાની મારિયા શારાપોવા દ્વારા સ્થાપિત રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. જ્યારે શારાપોવાએ ૧૭ વર્ષ અને ૫૫ દિવસની ઉંમરે બંને ખિતાબ જીત્યા હતા.