/
સાનિયા મિર્ઝા - આંદ્રેજાની જોડી કતાર ઓપન સેમિફાઇનલમાં હારી 

દોહા

એક વર્ષ કરતા વધુ સમય પછી પ્રથમ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને સ્લોવેનીયાની આન્દ્રેજા ક્લેપેકની જોડી ગુરુવારે અહીં કતાર ટોટલ ઓપનની મહિલા ડબલ્સ સેમિફાઇનલમાં હારી ગઈ હતી.

સાનિયા અને આન્દ્રેજા ક્લેપેક એક કલાક અને ૨૮ મિનિટમાં નેધરલેન્ડની અમેરિકન નિકોલ મેલિશેર અને ડેમી શર્સની જોડી સામે ૫-૭, ૬-૨, ૫-૧૦ થી હારી ગઈ હતી.સાનિયા તાજેતરમાં કોવિડ-૧૯ માંથી સ્વસ્થ થઈને ટૂર પર પરત ફરી છે.

ગયા વર્ષે ફેબ્રુઆરી પછી આ ભારતીય ખેલાડીની પ્રથમ ટુર્નામેન્ટ હતી અને તેણે આંદ્રેજા સાથે મળીને વિશ્વના ૧૧ મા અને ૧૨ મા ક્રમાંકિત ખેલાડીઓને પડકાર આપ્યો હતો.

સાનિયા અને આંદ્રેજાને આ પ્રદર્શનથી કુલ ૧૦,૦૦૦ ડોલર ઇનામી રકમ મળી હતી અને પ્રત્યેક ને ૧૮૫ રેન્કિંગ પોઇન્ટ મળ્યા. આ પોઇન્ટ્‌સ સાથે સાનિયાની રેન્કિંગમાં સુધારો થશે. માનવામાં આવે છે કે સાનિયા ટોપ ૨૦૦ માં સ્થાન મેળવશે. તે ૨૫૪ થી ૧૭૭ મા સ્થાને પહોંચી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution