અમદાવાદ : 

બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા છે. તેણે બુધવારે સેક્રેટરી જય શાહની ટીમ સામે અડધી સદી ફટકારી હતી. બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા આજે એટલે કે 24 ડિસેમ્બરે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાશે અને આ બેઠક પૂર્વે બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી શાહ વચ્ચે ફ્રેંડલી મેચ રમાઈ હતી, જેમાં શાહની ટીમે ગાંગુલીની ટીમને 28 રને હરાવી હતી.  

બુધવારે જ્યારે ગાંગુલી બેટિંગ માટે મેદાન પર ઉતર્યા હતા ત્યારે તેણે બતાવ્યું કે તેણે બેટ છોડી દીધું હોવા છતાં તેની પાસે હજી તે સ્પાર્ક છે. ગાંગુલીએ 32 બોલમાં અણનમ 53 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. એટલું જ નહીં તેણે 3 ઓવરમાં 26 રન આપીને મોટી વિકેટ ઝડપી હતી. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ગાંગુલીના શિકાર બન્યા હતા. જય શાહ તેની ટીમ માટે માત્ર 2 રન બનાવી શક્યા હતા અને ગાંગુલી તેને ક્લીન બોલ્ડ કર્યા હતા. આ મેચ ગાંગુલીની ટીમ હારી હતી પરંતુ નિવૃત્તિ પછી પણ ગાંગુલીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે પણ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં.