બેસેલ

પૂર્વ પુરૂષ સિંગલ્સ ચેમ્પિયન કિદામ્બી શ્રીકાંત અને સાત્વિક રાંકેરેડ્ડી અને અશ્વિની પોનાપ્પાની મિશ્રિત ડબલ્સ જોડી ગુરુવારે સ્વિસ ઓપન સુપર ૩૦૦ બેડમિંટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.

ચોથા ક્રમાંકિત શ્રીકાંતે ૨૦૧૫ માં ખિતાબ જીત્યો હતો. ફ્રાન્સના થોમસ રોક્સેલ સામે ૨૧-૧૦, ૧૪-૨૧, ૨૧-૧૪ થી જીત્યો હતો. સાત્વિક અને અશ્વિનીની જોડીએ બીજા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાની રીનોવ રિવાલ્ડી અને પીથા હેનિંગતાયસ મેન્ટારીને ૨૧-૧૮, ૨૧-૧૬ થી હરાવી.

પૂર્વ નંબર વન ખેલાડી શ્રીકાંત હવે અંતિમ આઠ તબક્કામાં થાઇલેન્ડના છઠ્ઠા ક્રમાંકિત કાંતાફોન વાંગચારોઈન અને નેધરલેન્ડના માર્ક કલજાઉ વચ્ચેની મેચના વિજેતા સામે ટકરાશે.

સાત્વિક અને અશ્વિનીની જોડીએ જાન્યુઆરીમાં ટોયોટા થાઇલેન્ડ ઓપન સુપર ૧૦૦૦ ની સેમિફાઇનલમાં પ્રવેશ પણ કરી લીધો હતો. ૧૯ મી ક્રમાંકિત આ જોડી હવે મલેશિયાની ટેન કિયાન મેંગ અને લા પેઇ જિંગની પાંચમી ક્રમાંકિત જોડી અને જર્મનીના જોન્સ રાલ્ફી જાનસેન અને કિલાસુ ઓસ્ટરમીયર વચ્ચેની મેચની વિજેતા સામે ટકરાશે.