ભારતના સ્ટાર કયૂ ખેલાડી પંકજ અડવાણીએ દોહામાં 24 મો વિશ્વ ખિતાબ જીત્યો
22, સપ્ટેમ્બર 2021

દોહા-

ભારતના સ્ટાર કયૂ ખેલાડી પંકજ અડવાણીએ મંગળવારે અહીં IBSF 6 રેડ સ્નૂકર વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનના બાબર મસીહને હરાવીને પોતાનું 24 મો વર્લ્ડ ટાઇટલ જીત્યું.

અડવાણીએ ગયા અઠવાડિયે પોતાનું 11 મો એશિયન ટાઇટલ જીત્યું હતું.

અડવાણીએ પ્રથમ ફ્રેમમાં 42-13ની આરામદાયક જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ બાબરે આગલી ફ્રેમ 38-14થી જીતીને સ્કોર સરભર કર્યો હતો. અડવાણીએ આગામી બે ફ્રેમ જીતીને 3-1ની લીડ મેળવી હતી. પાકિસ્તાનના બાબરે આગલી ફ્રેમ જીતીને અડવાણીની લીડ કાપી.

અડવાણીએ આગલી ત્રણ ફ્રેમ્સ જીતી અને 24 મો વર્લ્ડ ટાઇટલ જીતવાથી માત્ર એક ફ્રેમ દૂર હતા. બાબર પછીની ત્રણ ફ્રેમ્સ જીતીને મજબૂત રીતે પાછો ફર્યો જેથી સ્કોર 5-6 થયો. જોકે અડવાણીએ આગલી ફ્રેમ જીતી ટાઇટલ પોતાના નામે કર્યું .

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution