પેરિસ 

અમદાવાદનો દેવ જાવિયા જુનિયર ફ્રેન્ચ ઓપનના મુખ્ય રાઉન્ડમાં પહોંચી ગયો છે. 18 વર્ષના દેવે બંને ક્વોલિફાઈંગ મેચ જીતી છે. દેવે પ્રથમ ક્વોલિફાઈંગમાં બ્રાઝિલના નિકોલસ મારકોનડેસ જેનેલાટોને 0-6, 6-1, 10-4થી હરાવ્યો. બીજી મેચમાં તેણે મેક્સિકોના એમિલિયાનો એજિલેરા ગુરેરોને 6-2, 3-6, 10-8થી હરાવીને મુખ્ય રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. દેવ જુનિયર સિંગ્લસના મુખ્ય રાઉન્ડમાં પહોંચનારો બીજો ભારતીય છે.

ફ્રેન્ચ ઓનપ ટેનિસ ગ્રાન્ડ સ્લેમમાં મહિલા સિંગલ્સની ફાઈનલ અમેરિકાની સોફિયા કેનિન અને પોલેન્ડની ઈગા સ્વાતેક વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટમાં સળંગ 5મા વર્ષે નવી ચેમ્પિયન મળશે. કેનિને આ વર્ષે ઓસ્ટ્રેલિયા ઓપન પણ જીતી હતી.