સ્પેન

માર્કો એસેનસિઓ અને કરીમ બેંઝેમાના ગોલની મદદથી રિયલ મેડ્રિડે સ્પેન ફુટબોલ લીગ લા લિગામાં આઇબર સામે ૨-૦ જીત મેળવી હતી. ૪૧ મી મિનિટમાં એસેનસિઓએ રિયલ મેડ્રિડને લીડ અપાવી હતી, જ્યારે બેંઝેમાએ ૭૩ મી મિનિટમાં હેડરમથી બીજો ગોલ કરીને ટીમને ૨-૦થી આગળ કરી દીધો, જે નિર્ણાયક સ્કોર સાબિત થયો. રીઅલ મેડ્રિડની ટીમ હવે ટોચના ક્રમાંકિત એટલેટિકો મેડ્રિડથી માત્ર ત્રણ પોઇન્ટ પાછળ છે, જે રવિવારે ચોથા ક્રમાંકિત સેવિલા તરફથી સખત પડકારનો સામનો કરશે. એટલિટીકોના ૬૬ પોઇન્ટ છે જ્યારે રીઅલ મેડ્રિડના ૬૩ પોઇન્ટ છે. બાર્સિલોનાની ટીમ ૬૨ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.