તાશ્કંદ

પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગ એરેનામાં જબરદસ્ત પુનરાગમન કરીને ક્લિન એન્ડ જર્કમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને શનિવારે એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મીરા બાઇએ તેના રાષ્ટ્રીય રેકોર્ડમાં સુધારો કરવાની સાથે ટોક્યો ઓલિમ્પિકમાં તેની ટિકિટની પુષ્ટિ કરી હતી કારણ કે તેણીએ છ ક્વોલિફાઇંગ ઇવેન્ટ્‌સમાં ભાગ લીધો છે.

૨૬ વર્ષીય ભારતીય ખેલાડીએ સ્નેચ અને જર્કમાં ૧૧૯ કિલો વજન ઉઠાવ્યું. સ્નેચમાં ૮૬ કિગ્રા વજન ઉપાડ્યા બાદ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. કુલ ૨૦૫ કિગ્રા સાથે તે ત્રીજા સ્થાને છે.

અગાઉ વર્લ્ડ રેકોર્ડ ૧૧૮ કિલો ક્લિન એન્ડ જર્કમાં હતો. ૪૯ કિલોમાં ચાનુનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કુલ ૨૦૩ કિગ્રા (૮૮ કિગ્રા અને ૧૧૫ કિગ્રા) હતું, જે તેણે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બનાવ્યું હતું.

ગોલ્ડ મેડલ ચાઇનાના હૌ જિહિહુઇએ જીત્યો. જેણે કુલ ૨૧૩ કિગ્રા (૯૬ કિગ્રા અને ૧૧૭ કિગ્રા) વજન સાથે સ્નેચમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો જ્યારે તેની દેશબંધુ જિયાંગ હ્યુહુઆએ ૨૦૭ કિગ્રા (૮૯ કિગ્રા અને ૧૧૮ કિગ્રા) વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો.

જોકે ચાનુની શરૂઆત સારી નહોતી પણ તેણીએ તેના પ્રથમ બે સ્નેચ પ્રયત્નોમાં ૮૫ કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ ગયું. તે પછી મણિપુર લિફ્ટરનું તેના અંતિમ પ્રયાસમાં ૮૬ કિગ્રા વજન હતું. જોકે તે જીહિહુઇ (૯૬ કિગ્રા), હ્યુહુઆ (૮૯ કિગ્રા) અને ઇન્ડોનેશિયાની આઈસાહ વિન્સી કેન્ટિન્કા (૮૭ કિગ્રા) પછી ચોથા સ્થાને રહી.

ચાનુએ તેની ક્લિન એન્ડ જર્કની શરૂઆત ૧૧૩ કિલોથી કરી હતી ત્યારબાદ તેણે ૧૧૭ કિલો વજન ઉંચકીને તેની વ્યક્તિગત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ભારતીય વેઇટલિફ્ટ્‌સે ૧૧૯ કિલો વજન ઉંચકીને તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે જે તેમના શરીરના વજન કરતા બમણું છે.