નવી દિલ્હી

ટોક્યો ઓલિમ્પિક યોજવામાં હજુ ત્રણ મહિનાથી વધુ સમય બાકી છે ત્યારે રમતગમત પ્રધાન કિરેન રિજિજુએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ) અને રાષ્ટ્રીય રમત ગઠબંધનનાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તૈયારીઓ બુધવારે યોજાયેલી આ બેઠકમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઈ) ના ઉચ્ચ અધિકારીઓ, આઇઓએ પ્રમુખ નરિન્દર બત્રા, જનરલ સેક્રેટરી રાજીવ મહેતા અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા એડિલ સુમરીવાલાએ ભાગ લીધો હતો.

રિજિજુએ ટિ્‌વટ કર્યું હતું કે "જીછૈં ના મુખ્ય મથક ખાતે ઓલિમ્પિકની તૈયારી માટે અધિકારીઓ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરિન્દર બત્રા, જનરલ સેક્રેટરી રાજીવ મહેતા અને અન્ય સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજી હતી." ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થનારા તેમના રમતવીરોની ટૂંકી અને આકર્ષક વિડિઓ બનાવશે. " જાણવા મળ્યું છે કે મીટિંગ દરમિયાન ટોક્યો ગેમ્સ માટેની ભારતીય ખેલાડીઓની તૈયારીઓની નિયમિત સમીક્ષા કરવામાં આવી હતી. ટોક્યો ગેમ્સ ૨૩ જુલાઈથી ૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર ઓલિમ્પિકમાં જતા ભારતીય રમતવીરોને કોવિડ-૧૯ રસી લાગુ કરવાના મુદ્દા પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી નથી.