/
ભારતીય બોક્સરોએ મોન્ટેનેગ્રોના એડીઆટીક પર્લ ટૂર્નામેન્ટમાં 12 મેડલ મેળવ્યા

નવી દિલ્હી

ભારતીય બોક્સરોએ મોન્ટેનેગ્રોની ૩૦ મી એડીઆટીક પર્લ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ૧૨ મેડલ મેળવ્યા છે. ૨૦૧૯ એશિયા યુથ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા બેબીરોજિસાના ચાનુ (૫૧ કિગ્રા) અને વિન્કા (૬૦ કિગ્રા) એ મેચ જીતીને સેમિફાઇનલ માં જગ્યા બનાવી હતી. આ સાથે તેણે બ્રોન્ઝ મેડલપાક્કુ કર્યું છે. મણિપુરની બેબીરોજિસાનાએ બલ્ગેરિયાની જ્યોર્જિવા બ્લેગોવેસ્ટા સામે સારો દેખાવ કર્યો. સેમિફાઇનલમાં તેનો સામનો ઉઝબેકિસ્તાનની ફરુજા કાઝાકોવા સામે થશે.

રોહતકની વિંઝાએ ક્વાર્ટર ફાઈનલમાં ઉઝબેકિસ્તાનની સેવા આશુરોવા સામે મુકાબલો થશે. તેણે આ મેચમાં તેના હરીફને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઇનલમાં તેનો સામનો ફિનલેન્ડની સુવી તુજુલા સામે થશે.

દરમિયાન અરૂંધતી ચૌધરી (૬૯ કિગ્રા) એ પણ તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી અને ફિનલેન્ડની એવેલિના તાઈમીને ૫-૦થી હરાવીને બ્રોન્ઝ મેડલ પાક્કુ કર્યું છે.

બેબીરોજિસાના ઉપરાંત વિન્કા અને અરું ધતી ઉપરાંત નેહા (૫૪ કિગ્રા) અને સનામાચા ચનુ થોકચોમ ( ૭૫ કિગ્રા) પણ ફાઇનલના દાવેદાર છે. અલાફિયા પઠાણ (૮૧ પ્લસ કિગ્રા) શુક્રવારે મોલ્ડોવાના ડારિયા કોઝોરેવ સાથે ગોલ્ડ મેડલ માટે ટકરાશે.

આ દરમિયાન પુરુષોમાં આકાશ ગોરખા (૬૦ કિગ્રા) અને અંકિત નરવાલ (૬૪ કિગ્રા) પણ ક્વાર્ટર ફાઇનલ રમશે.

અન્ય મહિલા બોક્સરો જેણે મેડલ પાક્કુ કર્યું તેમાં પ્રીતિ (૫૭ કિગ્રા) અને લકી રાણા (૬૪ કિગ્રા) છે, જે સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે, જ્યારે ગીતિકા (૪૮ કિગ્રા) અને રાજ સાહિબા (૭૫ કિગ્રા) એ પોતપોતાની ફાઈનલ રમશે.

પુરુષોમાં પ્રિયાંશુ ડબાસ (૪૯ કિગ્રા) અને જુગ્નુ (૯૧ પ્લસ કિગ્રા) એ સેમિફાઇનલમાં પહોંચતાં બ્રોન્ઝ મેડલ પાક્કુ કર્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution