પાકિસ્તાનના ક્રિકેટર ઉમર અકમલ પર ભ્રષ્ટાચારના કેસમાં મોટી રાહત મળી છે. ઉમર અકમલ પર મે મહિનામાં ભ્રષ્ટાચાર મામલે ત્રણ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો હતો.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને ઘટાડીને દોઢ વર્ષનો કરી દીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની જાણકારી આપી હતી. 

ક્રિકેટ પાકિસ્તાનના રિપોર્ટ પ્રમાણે, સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશ ફકીર મુહમ્મદ ખોખરે સ્વતંત્ર અધિનિર્ણાયક તરીકે ઉમર અકમલની અપીલ પર સુનાવણી કરી હતી. બોર્ડે બન્ને પક્ષોની વાત સાંભળી આ ફેસલો સંભળાવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઉમરને મેટ ફિક્સિંગના પ્રસ્તાવ મળવાની જાણકારી બોર્ડને ન આપવાના કારણે એપ્રેલિમાં ક્રિકેટ સંબંધી તમામ ગતિવિધિયોથી ત્રણ વર્ષ માટે પ્રતિબંદ લગાવી દીધો હતો. જાે કે ભ્રષ્ટાચારના આ મામલાના કારણે અકમલ આ વર્ષે પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લઈ શક્્યો નહોતો.