12, ફેબ્રુઆરી 2021
594 |
મેલબોર્ન
શુક્રવારે જર્મનીના એલેક્ઝાંડર ઝ્વેરેવ અને જાપાનની નાઓમી ઓસાકાએ અનુક્રમે પુરુષો અને મહિલા સિંગલ્સ મેચ જીતીને વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વ રેન્કિંગમાં સાતમા ક્રમાંકિત ઝ્વેરેવ એ ફ્રાન્સના એડ્રિએન મનારિનોને ચોથા રાઉન્ડની મેચમાં એક કલાક અને ૪૩ મિનિટમાં ૬-૩, ૬-૩, ૬-૧થી હરાવ્યો હતો. ઝવેરેવનો સામનો ચોથા રાઉન્ડમાં સર્બિયાના દુસાન લાજોવિક સામે થશે.
મહિલા વિભાગમાં વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા ક્રમે આવેલા ઓસાકાએ એક કલાક અને ૧૮ મિનિટની મેચમાં ટ્યુનિશિયાની ઓનેસ જબેરને ૬-૩, ૬-૨થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ચોથા રાઉન્ડમાં ઓસાકાની મેચ સ્પેનની ગાર્બીન મુગુરુઝા સામે થશે.
આ દરમિયાન નવમાં ક્રમાંકિત આજેર્ન્ટિનાના ડિએગો શ્વાર્ટઝમેન ઉલટફેર નો શિકાર થયો હતો અને તેને રશિયાના એસ્લાન કાર્ટસેવે એક કલાક અને ૫૨ મિનિટમાં સતત સેટમાં ૬-૩, ૬-૩, ૬-૩ થી ટૂર્નામેન્ટમાંથી પછાડી દીધો હતો.