એનફીલ્ડ,

રીઅલ મેડ્રિડ અને લિવરપૂલ વચ્ચે રમાયેલી મેચ ૦-૦ ડ્રો રહી હતી, પણ રીઅલ મેડ્રિડ ૩-૨ એગ્રીગેટ થતા રીઅલ મેડ્રિડ એ ૨૦૨૦-૨૧ યુઇએફએ ચેમ્પિયન્સ લીગ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે એકંદરે લિવરપૂલ એફસીને ૩-૧ થી હરાવ્યું હતુ. ઝીનેડિન ઝિદાનની ટીમ તેની અંતિમ-ચાર મેચમાં ચેલ્સિયા એફસી સામે ટકરાશે.


દરમિયાન રાત્રે બીજી મેચમાં માન્ચેસ્ટર સિટીએ બોરુસિયા ડોર્ટમંડને ૨-૧થી હરાવ્યું હતુ. ફરી ૪-૨ એકંદર જીત નોંધાવી, હવે માન્ચેસ્ટર સિટી પેરિસ સેન્ટ-જર્મન સામે સેમિફાઇનલમાં ટકરાશે.

૨૦૨૦-૨૧ ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલ્સની પ્રથમ લેગ ૨૭ એપ્રિલ મંગળવાર અને ૨૮ બુધવાર ના રોજ યોજાશે. જ્યારે બીજા લેગ મેચ ૪ મે મંગળવાર અને ૫ બુધવાર ના રોજ યોજાનાર છે.