નવી દિલ્હી,તા.૧૨

સુરેશ રૈનાથી લઈને એરોન ફિન્ચ સુધીના ફેન્સ માટે રોમાંચક સમાચાર છે. નિવૃત્ત ક્રિકેટરોની લીગ લિજેન્ડ્‌સ લીગ ક્રિકેટની ત્રીજી સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ૧૧ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર, ૨૦૨૪ દરમિયાન ભારત અને કતારમાં રમાશે. આ પ્રથમ વખત બનશે જ્યારે આ ટુર્નામેન્ટ એક જ સિઝનમાં બે અલગ-અલગ દેશોમાં રમાશે. છેલ્લી સિઝન ડિસેમ્બરમાં યોજાઈ હતી અને ટાઈટલ મેચ સુરતમાં રમાઈ હતી. અગાઉ, લીગને ૧૯ મેચોની છેલ્લી સીઝન માટે સમગ્ર ભારતમાં ૧૮૦ મિલિયનની વ્યુઅરશિપ હાંસલ કરી હતી. આ સફળતાને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટ બે દેશોમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.ભારતના વિશ્વ વિજેતા ખેલાડી સુરેશ રૈના, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ, ન્યુઝીલેન્ડના સ્વેશબકલિંગ ઓપનર માર્ટિન ગુપ્ટિલ, ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર, વેસ્ટ ઈન્ડિઝ સહિત ૧૧૦ ક્રિકેટરો ભાગ લેશે. ‘ વિનાશક બેટ્‌સમેન ક્રિસ ગેલ, દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલા, રોસ ટેલર પ્રદર્શન કરશે. હરભજન સિંહના નેતૃત્વમાં મણિપાલ ટાઈગર્સે ડિસેમ્બર ૨૦૨૩માં રમાયેલી બીજી ફ્રેન્ચાઈઝી સીઝન જીતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા પ્લેયર ડ્રાફ્ટ પૂલ સાથે ટીમોની રિટેન્શન પોલિસી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. લિજેન્ડ્‌સ લીગ ક્રિકેટ કમિશનર રવિ શાસ્ત્રીએ નિવેદનમાં કહ્યું- આ ટૂર્નામેન્ટમાં વધુ મેચો સાથે, વધુ દિગ્ગજાે રમતમાં સામેલ થશે. આનાથી મેદાન પરની રમતની મજા પણ વધુ વધશે.