નવી દિલ્હી 

એસ શ્રીસંત લાંબા સમય બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાની નજીક આવી ગયો છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી 20 ટૂર્નામેન્ટ માટે કેરળના 26 ખેલાડીઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 શ્રીસંતને કેરળના 26 ખેલાડીઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે, જે લાંબા સમય બાદ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરેલા શ્રીસંતનો પ્રતિબંધ આ વર્ષે સપ્ટેમ્બરમાં પૂરો થયો છે.ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંત લાંબા સમય પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાની નજીક આવી ગયો છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી 20 ટૂર્નામેન્ટ માટે કેરળના 26 ખેલાડીઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રીસંત પર ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા મેચ ફિક્સિંગ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં પ્રતિબંધ મૂક્યો હતો. કેરળની સંભાવીત સૂચિમાં આ 37 વર્ષીય ખેલાડી ઉપરાંત સંજુ સેમસન, સચિન બેબી, જલાજ સક્સેના, રોબિન ઉથપ્પા અને બેસિલ થાંપી જેવા અનુભવી ખેલાડીઓ છે.

શ્રીસંતનો પ્રતિબંધ આ વર્ષે સપ્ટેમ્બરમાં સમાપ્ત થયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, તે 20 થી 30 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ટીમ શિબિરમાં ભાગ લેશે. આ પહેલા કેરળ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ટી -20 શ્રેણીમાં તેની ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી.

તેણે છેલ્લે 2011માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2007 માં ટી 20 વર્લ્ડ કપ અને 2011 માં વનડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. કોવિડ -19 રોગચાળાને લીધે, આ સ્થાનિક ટી 20 ટૂર્નામેન્ટ મોડી યોજાઈ રહી છે. 2020-21 સીઝનની બીસીસીઆઈની આ પ્રથમ ઘરેલુ ટૂર્નામેન્ટ હશે.