ગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ મેચની ટેસ્ટ ક્રિકેટ સિરીઝની અંતિમ મેચમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે આઇસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં બોલિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જયારે લાંબા સમયથી મેદાનની બહાર રહેલો ભારતનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ એક સ્થાન નીચે સરકીને આઠમા ક્રમે આવી ગયો છે.સ્ટુઅર્ટ બ્રોડે વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 31 રન આપીને 6 વિકેટ અને બીજી ઇનિંગ્સમાં 36 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી અને ટીમને મેચ અને સિરીઝ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બ્રોડને તેના સારા પ્રદર્શન બદલ 'મેન ઓફ ધ મેચ' અને રોસ્ટન ચેઝ સાથે સંયુક્તપણે 'મેન ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરાયો હતો. બ્રોડ તેના પ્રદર્શનને કારણે સાત સ્થાનની છલાંગ લગાવીને આઈસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 823 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં બ્રોડને ટીમની બહાર બેસાડવામાં આવ્યો હતો.