હાઉસિંગ ફાઈનાન્સે હોમ લોનના વ્યાજ દરો ઘટાડ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ડિસેમ્બર 2025  |   1980

નવી દિલ્હી: ન્ૈંઝ્ર હાઉસિંગ ફાઇનાન્સ (ન્ૈંઝ્ર ૐહ્લન્) એ ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતા તેની હોમ લોનની વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો ર્નિણય કર્યો છે. કંપનીએ નવી હોમ લોન માટે પ્રારંભિક વ્યાજ દર ઘટાડીને ૭.૧૫% કર્યો છે. આ નવો દર એવા ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે, જેમની ક્રેડિટ પ્રોફાઇલ એટલે કે સીઆઈબીઆઈએલસ્કોર સારો છે. ખાસ વાત એ છે કે એલઆઈસીનો આ દર દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના પ્રારંભિક દરો કરતાં પણ ઓછો થઈ ગયો છે.

એલઆઈસી-એચએફએલમુજબ, વ્યાજ દરોનું નવું માળખું સંપૂર્ણપણે લોન લેનાર વ્યક્તિના સીઆઈબીઆઈએલ સ્કોર પર આધારિત છે. સીઆઈબીઆઈએલસ્કોર એક ત્રણ અંકનો નંબર હોય છે જે તમારી જૂની લોન હિસ્ટ્રી અને તેને ચૂકવવાની ક્ષમતા દર્શાવે છે. કંપનીનો ઉદ્દેશ્ય એવા ગ્રાહકોને ફાયદો પહોંચાડવાનો છે, જેઓ પોતાનો ક્રેડિટ રેકોર્ડ હંમેશા સારો રાખે છે.જે ગ્રાહકોનો સીઆઈબીઆઈએલ સ્કોર ૮૨૫ કે તેથી વધુ છે, તેઓ ૭.૧૫% ના સૌથી ઓછા વ્યાજ દરે લોન લેવા માટે પાત્ર હશે. આ દર ૫ કરોડ રૂપિયા સુધીની હોમ લોન પર લાગુ પડશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું હોમ ફાઇનાન્સિંગને વધુ સસ્તું બનાવવા માટે લેવામાં આવ્યું છે. તેનાથી મોટી રકમની લોન માટે અરજી કરનારા લોકોનો માસિક ઈએમઆઈ ઓછો થઈ જશે.

રિપોર્ટ અનુસાર,એલઆઈસીહાઉસિંગ ફાઇનાન્સનો આ નવો દર ભારતીય સ્ટેટ બેંકની સરખામણીમાં થોડો ઓછો છે. એસબીઆઈહાલમાં ૭.૨૫%ના પ્રારંભિક દરે હોમ લોન આપી રહ્યું છે, જે ૧૫ ડિસેમ્બરથી લાગુ છે. એલઆઈસીના નવા દરો પછી બજારમાં સ્પર્ધા વધી ગઈ છે, જેનો સીધો ફાયદો એવા ગ્રાહકોને મળશે જેમનો ક્રેડિટ સ્કોર ઘણો સારો છે.આ ઘટાડો ફક્ત નવા લોન લેનારાઓ માટે જ નથી. એલઆઈસીહાઉસિંગ ફાઇનાન્સે જણાવ્યું છે કે જે ગ્રાહકો અન્ય બેંકો અથવા હાઉસિંગ કંપનીઓ પાસેથી તેમની લોનએલઆઈસીમાં ટ્રાન્સફર (બેલેન્સ ટ્રાન્સફર) કરવા માંગે છે, તેઓ પણ આ નવા દરોનો લાભ લઈ શકે છે. તેનાથી જૂના ગ્રાહકોને પણ તેમની ઈએમઆઈઘટાડવાની તક મળશે. બજાર નિષ્ણાતોનું માનવું છે કેએલઆઈસી દ્વારા દરોમાં ઘટાડો થવાથી ઘરોની માગ વધી શકે છે. ઘણીવાર વ્યાજ દરોમાં થોડો ઘટાડો પણ લાંબા ગાળાની લોન પર લાખો રૂપિયાની બચત કરાવે છે. આવનારા સમયમાં અન્ય ખાનગી અને સરકારી બેંકો પણ ગ્રાહકોને આકર્ષવા માટે તેમના વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે.કંપનીએ નવી હોમ લોન માટે પ્રારંભિક વ્યાજ દર ઘટાડીને ૭.૧૫% કર્યો છે. આ નવો દર એવા ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે, જેમની ક્રેડિટ પ્રોફાઇલ એટલે કે સીઆઈબીઆઈએલસ્કોર સારો છે. ખાસ વાત એ છે કે એલઆઈસીનો આ દર દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ ના પ્રારંભિક દરો કરતાં પણ ઓછો થઈ ગયો છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution