લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, નવેમ્બર 2025 |
મુંબઈ |
21483
લક્ષ્મણ ઉત્તેકર દિગ્દર્શન કરશે, ફિલ્મને ઈથા ટાઈટલ અપાયું
ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂર દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર સાથે મહારાષ્ટ્રની લાવણી નૃત્યાંગના વિઠાબાઇ નારાયણ ગાંવકરની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે. ફિલ્મનું ટાઈટલ ઈથા હોવાનું જણાવાયું છે. વિઠાબાઈ નારાયણ ગાંવકરે જે જમાનામાં મહિલાઓ માટે જાહેર પરફોર્મન્સ બહુ મુશ્કેલ ગણાતું હતું તે સમયે પોતાનાં નૃત્યથી સૌને પ્રભાવિત કર્યાં હતાં. તેમને તમાશા સામ્રાજ્ઞી અને તમાશાની મહારાણી નું બિરુદ પણ મળ્યું હતું.
શૂટિંગ શરૂ થઈ પણ રીલિઝ નું કોઈ પ્લાનિંગ જાહેર નહિ
ફિલ્મમાં તેમનાં સંઘર્ષ અને સફળતાની વાતને દર્શાવવામાં આવશે. શ્રદ્ધા કોઈ બાયોપિક કરી રહી હોય તેવું પહેલીવાર બની રહ્યું છે. જોકે, ફિલ્મની રીલિઝ ડેટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.