૨૦૨૫માં IPO દ્વારા વિક્રમી એવા રૂ. ૧.૭૬ લાખ કરોડ એકત્ર કરાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ડિસેમ્બર 2025  |   2673

નવી દિલ્હી: ભારતીય આઇપીઓ (પ્રારંભિક જાહેર ઓફર) બજારમાં ૨૦૨૫ દરમિયાન જબરદસ્ત તેજી જાેવા મળી હતી, અને આ ગતિ ૨૦૨૬માં પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. મજબૂત સ્થાનિક તરલતા, રોકાણકારોનો વિશ્વાસ અને સુધરેલી આર્થિક સ્થિતિની અસર પ્રાઈમરી બજાર પર જાેવાઈ હતી. ૨૦૨૫માં, કંપનીઓએ આઇપીઓ દ્વારા વિક્રમી એવા ૧.૭૬ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

૨૦૨૫માં પ્રાઈમરી બજારની મુખ્ય હાઇલાઇટમાં સ્ટાર્ટઅપ્સની લિસ્ટિંગ હતી. આ વર્ષે, લેન્સકાર્ટ, મિશો, ફિઝિક્સવાલા સહિત ૧૮ સ્ટાર્ટઅપ્સે તેમના આઇપીઓ લોન્ચ કર્યા હતા અને સાથે મળીને ૪૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા હતા. તેની સરખામણીમાં, સ્ટાર્ટઅપ્સે ૨૦૨૪માં આશરે રૂ. ૨૯,૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા. આ વર્ષે, કંપનીઓએ ઑફર્સ ફોર સેલ) દ્વારા વધુ ભંડોળ એકત્ર કર્યું હતું. ૨૦૨૫માં, કુલ ભંડોળના આશરે ૬૦% ઑફર્સ ફોર સેલ થકી આવ્યા હતા આઇપીઓની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, પ્રમોટર્સે નવી મૂડી એકત્ર કરવાને બદલે શેર વેચીને વધુ નાણાં ઘર ભેગા કર્યા હતા. વર્ષના પહેલા સાત મહિના દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ રહ્યો હતો. વિદેશી રોકાણકારોની નબળી ભાગીદારી અને ભૂ-રાજકીય તણાવને કારણે આઇપીઓ પ્રવૃત્તિ ધીમી રહી હતી. બજારની સ્થિતિ, તરલતામાં વધારો થતાં આઇપીઓની ગતિ ઝડપી બની હતી. ૧૦૩ કંપનીઓમાંથી, ૭૦ કંપનીઓએ લિસ્ટિંગના દિવસે ફાયદો મેળવ્યો, જ્યારે ૩૨ ડિસ્કાઉન્ટ પર લિસ્ટેડ થઈ હતી.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution