પેરિસ

લાલ માટીના બાદશાહ નડાલે ફ્રેન્ચ ઓપનમાં વિજય સાથે શરુઆત કરી હતી. ત્રીજા સેટમાં 2-5થી આગળ જતા તેણે જબરદસ્ત વાપસી કરી. 34 વર્ષીય સ્પેનિયર્ડે તેની 14 મી ફ્રેન્ચ ઓપન ટાઇટલની શોધમાં એલેક્સી પોપરીનને 6-2, 6-3, 7-6 (7/3) થી હરાવ્યો. ત્રીજી ક્રમાંકિત નડાલ સામે ઓસ્ટ્રેલિયન ખેલાડીની એક ના ચાલી.

બીજી તરફ યુક્રેનની પાંચમી ક્રમાંકિત એલિના સ્વિટોલિના બીજા સેટમાં 2-5થી પાછળ રહ્યા બાદ ફ્રાન્સની ટીનેજ વાઇલ્ડકાર્ડ બેબલને 6-2, 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં આગળ વધી. અમેરિકાની 13 મી ક્રમાંકિત જેનિફર બ્રેડી પણ લાતવિયાના અનાસ્તાસીજા સેવાસ્તોવા સામે 6-3, 6-3 થી જીત સાથે બીજા રાઉન્ડમાં આગળ વધી ગઈ.

ભૂતપૂર્વ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન અને સ્પેનની 12 મા ક્રમાંકિત ગાર્બાઇન મુગુરુઝા વહેલી તકે આઉટ થઈ ગઈ હતી. તે યુક્રેનિયન માર્ટા કોસ્ટ્યુક સામે 1-6, 4-6 થી હારી ગઈ.