મેલબર્ન

ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોક્સિગં-ડે ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે બીજી ઈનિંગમાં બે વિકેટ લીધી હતી. આ પહેલાં તેણે પ્રથમ ઈનિંગમાં 56 રન આપીને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે જ બુમરાહે એક ખાસ ઉપલબ્ધી પોતાના નામે કરી લીધી છે.બુમરાહ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. તેણે અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી છે. કુંબલે 6 ઈનિંગમાં આ મેદાન ઉપર 15 વિકેટ લીધી હતી જ્યારે બુમરાહે 4 ઈનિંગમાં જ 15 વિકેટ લઈ લીધી છે. મેલબર્નમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોમાં બુમરાહ અને કુંબલે ઉપરાંત અશ્વિન અને કપિલ દેવ પણ છે. બન્નેએ 6-6 ઈનિંગમાં 14-14 વિકેટ ખેડવી છે.બુમરાહે બોક્સિગં-ડે ટેસ્ટ પહેલાં આ મેદાન ઉપર એક વખત 33 રન આપીને 6 વિકેટ લીધી હતી તોબીજી વખત 53 રન આપીને 3 વિકેટ લીધી હતી.