IND vs ENG 3rd Test: ભારતે પ્રથમ દાવમાં વિકેટ ગુમાવ્યા વિના 5 રન બનાવ્યા 
24, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પિંક બોલ ટેસ્ટનો આજે પ્રથમ દિવસ છે. પિંક બોલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 112 રનમાં બનાવીને પવેલીયન તરફ વળી ગઈ હતી. ઇંગ્લેંડ તરફથી પ્રથમ ઇનિંગ્સમાં ક્રોલીએ 53 રન બનાવ્યા હતા. અક્ષર અને અશ્વિનની સ્પિન સામે ઇંગ્લેંડનો બીજો કોઈ બેટ્સમેન વધુ ટકી ન શકયો. અક્ષરે પહેલી ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી જ્યારે અશ્વિને 3 વિકેટ લીધી હતી. આ ટેસ્ટ ભારત અને ઇંગ્લેન્ડ બંને માટે મહત્વપૂર્ણ છે. તેનું મહત્વ ફક્ત ટેસ્ટ સિરીઝ માટેના પોતાના દાવાને પૂરું પાડવાનું નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ સિરીઝની ફાઈનલમાં સ્થાન મેળવવાની બાબતમાં પણ તે ખૂબ જ વિશેષ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution