સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન રાષ્ટ્રીય ટીમની તાલીમ શિબિર બાદ મીડિયા સાથે વાત કરી હતી. આ રોગચાળાને કારણે આઇસીસીએ ટી-20 વર્લ્ડ કપ પણ મુલતવી રાખ્યો છે. કેન વિલિયમ્સને કહ્યું, "જેમ કે મેં કહ્યું તેમ, તે જોતા કે આ જ્યા યોજવામાં આવશે અને જે સમગ્ર જાણકારી આવી રહી છે, આઈપીએલમાં રમવુ હંમેશા એક શાનદાર ચીજ રહી છે, સાચે જ, તેમા રમવું અને તેનો ભાગ બનવું અદભૂત રહેશે. 

ન્યુઝિલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમ્સને કહ્યું કે, સંયુક્ત આરબ અમીરાતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ રમવા માટે તે ઉત્સાહિત છે , પરંતુ કોવિડ-19 રોગચાળો ફાટી નીકળ્યો છે તે જોતા હજી ઘણું આયોજન કરવાની જરૂર છે. પરંતુ તે આ સાથે સુરક્ષા વ્યવસ્થા વિશે પણ ઘણું જાણવા માંગે છે. કેન વિલિયમ્સને કહ્યુ કે, "પરંતુ કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા ઘણી બધી માહિતી શીખવાની જરૂર છે. જો કે વધુ જાણવુ યોગ્ય રહેશે." તેમણે કહ્યું, "પરંતુ બધી બાબતોને જોતા તેઓ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માગે છે જે અદભૂત છે અને તે પ્રેક્ષકોને આકર્ષિત કરે છે."