કૉમેન્ટેટર સંજય માંજરેકર નું નામ સામે આવે એટલે દરેક ક્રિકેટ પ્રેમીઓના દિમાગમાં વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાને લઇને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી યાદ આવી જાય છે. ત્યારે મળી રહેલ સમાચાર પ્રમાણે ક્રિકેટમાંથી કૉમેન્ટેટર બનેલા સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ બોર્ડ ને IPL ની કોમેન્ટ્રી પેનલમાં સમાવવા માટે અપીલ કરી છે. સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ બોર્ડને મેલ કરીને અપીલ કરી છે કે તેને આઇપીએલની કોમેન્ટ્ર પેનલમાં સામેલ કરે.

આફ્રિકા સામેની સીરિઝમાં બોર્ડે કોમેન્ટ્રી પેનલમાંથી માંજરેકરનું નામ હટાવ્યું હતું સંજય માંજરેકર ને ચાલુ વર્ષે માર્ચમાં સાઉથ આફ્રિકા અને ભારત સીરીઝ પહેલા પોતાની કૉમેન્ટ્રી પેનલમાંથી હટાવી દીધો હતો. આ સીરીઝ જોકે કૉવિડ-19ના કારણે રમાઇ શકી નહી. હવે સંજય માંજરેકર ઇચ્છે છે કે તેને 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની વચ્ચે રમાનરીઆઇપીએલ 2020 માટે ફરીથી કૉમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવે.સંજય માંજરેકરે બોર્ડને મેલ કરી IPL ની કોમેન્ટ્રી પેનલમાં સમાવવા કહ્યુંમુંબઇ રણજી ટીમના પૂર્વ સુકાની સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ બોર્ડને કરેલા ઇમેલમાં આશ્વાસન આપ્યુ છે કે, તે બીસીસીઆઇ દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન્સ પર વળગી રહેશે. આ બાબતે બોર્ડને માંજરેકર તરફથી બીજોઇમેલ પણ મોકલવામાં આવ્યો છે.મેઇલમાં શું લખ્યું છે તે જાણો.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા હિન્દી વેબસાઇટ પરના અહેવાલ પ્રમાણે, માંજરેકરે લખ્યું : બીસીસીઆઇના આદરણીય સભ્યો, આશા છે કે બધુ ઠીક હશે. તમને પહેલા પણ મારા તરફથી તે ઇમેલ મળ્યો હશે. જેમાં મે કૉમેન્ટેટર તરીકેની ભૂમિકા વિશે જણાવ્યુ હુ. હવે જ્યારે આઇપીએલની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે તો બીસીસીઆઇ. ટીવી જલ્દી પોતાની કૉમેન્ટ્રી પેનલનુ સિલેક્શન કરે. તમારા દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અંતર્ગત કામ કરવામાં મને આનંદ આવશે. છેવટે અમે તમારા પ્રૉડક્શન અંતર્ગત જ તો કામ કરી રહ્યા છીએ. ગઇ વખત કદાચ આ મુદ્દાને લઇને પુરેપુરી સ્પષ્ટતા ન હતી થઇ. ધન્યવાદ.

વર્લ્ડ કપમાં માંજરેકરે જાડેજા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતીસુ્ત્રો અનુસાર, ગયા વર્ષે વર્લ્ડકપ દરમિયાન સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાને લઇને કેટલીક ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ ટીમ ઇન્ડિયા કેટલાક ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ બોર્ડને આ અંગે ફરિયાદ કરી હતી. ત્યાર બાદ માંજરેકરને કૉમેન્ટ્રી પેનલમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.