નવી દિલ્હી 

ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે. ટીમ આ પ્રવાસમાં 10 મેચ રમશે. 27 નવેમ્બરે 3 મેચની વનડે સીરિઝથી પ્રવાસની શરૂઆત થશે. એડિલેડમાં યોજાનારી ડે-નાઈટ ટેસ્ટ પહેલા ટીમ પિન્ક બોલથી ત્રણ દિવસની વોર્મ-અપ મેચ પણ રમશે. પ્રવાસ માટે ટીમની જાહેરાત આવતા સપ્તાહે થઈ શકે છે. ત્રણેય ફોર્મેટમાં 32 ખેલાડીને ટીમમાં સ્થાન મળશે. સમગ્ર સીરિઝ બાયો-બબલમાં યોજાશે. એટલે બધા ખેલાડી એકસાથે રવાના થશે. 

પ્રવાસનો કાર્યક્રમ

પ્રથમ વન-ડે 27 નવેમ્બર, સિડની

બીજી વન-ડે 29 નવેમ્બર, સિડની

ત્રીજી વન-ડે 1 ડિસેમ્બર, કેનબરા

પ્રથમ ટી-20 4 ડિસેમ્બર, કેનબરા

બીજી ટી-20 6 ડિસેમ્બર, સિડની

ત્રીજી ટી-20 8 ડિસેમ્બર, સિડની

પ્રથમ ટેસ્ટ ડે-નાઇટ 17 ડિસે.થી, એડિલેડ

બીજી ટેસ્ટ 26 ડિસે.થી, મેલબોર્ન

ત્રીજી ટેસ્ટ 7 જાન્યુ.થી, સિડની

ચોથી ટેસ્ટ 15 જાન્યુ.થી, બ્રિસ્બેન

કોચ રવિ શાસ્ત્રી, સપોર્ટ સ્ટાફ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી રવિવારે દુબઈ જશે. બધા ત્યાં ક્વોરેન્ટાઈનમાં રહેશે. ત્યાર પછી ટીમના તમામ સભ્યો 11 કે 12 નવેમ્બરે ચાર્ટર્ડ ફ્લાઈટમાં ઓસ્ટ્રેલિયા રવાના થશે.