મેલબોર્ન

ભારતના દિવીજ શરણ અને અંકિતા રૈના ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષો અને મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં સીધા સેટમાં આઉટ થયા. વાઇલ્ડ કાર્ડ ધારકો ઓલિવીયા ગાડેકી અને બેલિંડા વૂલકોકની જોડીએ એક કલાક અને 17 મિનિટમાં ત્રીજી ભારતીય મહિલા અંકિતા અને રોમાનિયાની મિહૈલા બુઝાર્નેકુની જોડીને 3-6, 0-6થી હરાવી.

 પુરૂષોના ડબલ્સ કેટેગરીમાં ભારતનો પડકાર પૂરો થયો જ્યારે પ્રથમ રાઉન્ડમાં જર્મનીના યાનિક હાનફમેન અને કેવિન કે દ્વારા દિવીજ અને સ્લોવાકિયાની ઇગોર ઝેલેનાની જોડીને 6-1, 6-4  માત આપી. ડબલ્સ કેટેગરીમાં ભારતના રોહન બોપન્ના અને જાપાનના બેન મેક્લાચલાનને પણ પ્રથમ રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જે કોરિયન વાઇલ્ડ કાર્ડ ધારક જી યુંગ નમ અને મીન ક્યૂ સોંગે જીત્યો હતો.