દુબઇ -

 રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પહેલા ભાગમાં ટૂર્નામેન્ટ ન રમે તેવી સંભાવના વધારે છે. સ્ટોક્સ અત્યારે ન્યૂઝીલેન્ડમાં તેના પિતા ગ્રેડ સાથે છે, જેમની બ્રેઇન કેન્સરની સારવાર ચાલી રહી છે.સ્ટોક્સ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન જ ન્યૂઝીલેન્ડ માટે રવાના થયો હતો. રાજસ્થાન ફ્રેન્ચાઇઝ સાથે જોડાયેલા એક સ્ત્રોતે કહ્યું, સ્ટોક્સ સ્વભાવિકપણે પરિવાર સાથે સમય પસાર કરવા માગે છે. તેથી તે ટૂર્નામેન્ટના પ્રથમ ભાગ માટે ઉપલબ્ધ નહિ હોય. ફ્રેન્ચાઇઝ તેને બોલાવશે પણ નહિ, કારણકે પરિવાર પ્રાથમિકતા છે. જો તે બીજા ભાગમાં આવવા માગતો હશે તો મેનેજમેન્ટને ઇંફોર્મ કરશે, અમે આ સમયે તેને સપોર્ટ કરીએ છીએ.સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ વિકેન્ડ હેરાલ્ડને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "હું 7 દિવસ સૂતો નહોતો. મને લાગે છે કે મારો ક્રિકેટ છોડીને ન્યૂઝીલેન્ડમાં પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય મેન્ટલી સાચો છે.સ્ટોક્સને રાજસ્થાને 12 કરોડમાં ખરીદ્યો છે. તે ઇંગ્લેન્ડ માટે 67 ટેસ્ટ, 95 વનડે અને 26 T-20 રમ્યો છે.