અલમતી

ભારતના રેસલર દીપક પુનિયાને અહીં યોજાયેલી એશિયા રેસલિંગ ચેમ્પિયનશીપમાં ૮૬ કિગ્રા કેટેગરીની ફાઇનલમાં હાર સાથે સિલ્વર મેડલ મેળવવો પડ્યો. દીપકને ફાઇનલમાં ઈરાનના હસન યજદાનિચરતીએ ૧૦-૦ થી પરાજિત કર્યો હતો. તેમના સિવાય ભારતના અન્ય રેસલર સંજીત (૯૨ કિગ્રા) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે એશિયા ચેમ્પિયનશીપમાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં સાત ચંદ્રકો સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું હતું. સંજીતે ઉઝબેકિસ્તાનના રુસ્તમ શોદીવને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ભારત ઈરાનથી બીજા સ્થાને રહ્યું.