પેરિસ

ભારતીય ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ સોમવારે ફ્રેંચ ઓપનની મહિલા સિંગલ્સ ક્વોલિફાયરના પહેલા રાઉન્ડમાં તેની શ્રેષ્ઠ ક્રમાંકિત એરેના રોડિઓનોવાને હરાવી હતી. ૧૮૨ વર્લ્ડ ક્રમાંકિત ભારતીયએ વરસાદથી ત્રાસી ત્રણ સેટની મેચમાં રશિયામાં જન્મેલી ઓસ્ટ્રેલિયન ખેલાડી એરેનાને ૩-૬, ૬-૧, ૬-૪ થી હરાવવા માટે એક સેટથી પાછળ રહીને વાપસી કરી હતી. અંકિતાએ વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. અંકિત રૈના આગામી મેચ ગ્રીટ મીનેન સામે રમશે.