દુબઇ

ડિફેન્ડિંગ ચેમ્પિયન અમિત પંઘલ (૫૨ કિગ્રા) કઝાકિસ્તાનના સાકાને બિબોસિનોવને હરાવીને એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. ટોચના ક્રમાંકિત ભારતીય બોક્સરે વર્લ્ડ ચેમ્પિયન બ્રોન્ઝ મેડલ વિજેતા બિબોસિનોવને ૫-૦ થી હરાવ્યો. સિલ્વર મેડલ વિજેતા પંઘલે તેને ત્યારે પણ સેમિ ફાઇનલમાં હરાવ્યો હતો. વિશ્વના નંબર વન બોક્સરે વિરોધીને અદભૂત હુમલો અને વળતો હુમલો કરીને દંગ કરી દીધા. 

ભારતની ચાર મહિલા મુક્કેબાજ પણ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ (૫૧ કિગ્રા), લાલબુત્સાઈ ( ૬૪ કિગ્રા) પૂજા રાણી (૭૫ કિગ્રા) અને અનુપમા (પ્લસ ૮૧ કિગ્રા) નો સમાવેશ થાય છે. જ્યારે તેના હરીફએ તેનું નામ પાછું ખેંચ્યું ત્યારે પૂજાને વોકઓવર મળી. બે વખતની વર્લ્ડ યુથ ચેમ્પિયન સાક્ષી ચૌધરી (૫૪ કિગ્રા) ને કઝાકિસ્તાનની દિના જોલામન સામે પરાજિત કરી હતી.