યુએઈ-

તાજેતરમાં સમાપ્ત થયેલ કેરેબિયન પ્રીમિયર લીગમાંથી કેટલાક ખેલાડીઓ સીધા યુએઈ જવા રવાના થયા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને વિકેટકીપર બેટ્‌સમેન ટિમ સેફર્ટ આરામથી અબુ ધાબી પહોંચી ગયા છે અને જ્યાં આ તમામ ખેલાડીઓ આઈપીએલ ૨૦૨૧ ની બીજી સીઝનમાં હશે. આ ખેલાડીઓ સાથે ટીમના વિશ્લેષક એઆર શ્રીકાંત પણ ટીમ સાથે જોડાયેલા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે સોશિયલ મીડિયા દ્વારા આ સમાચારની જાણકારી આપી.

કોલકાતા નાઈટ રાઈડર્સે આ ખેલાડીઓની યાત્રાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમાં પહેલા ટિમ સીફર્ટે કહ્યું હતું કે હેલો કેકેઆરના ચાહકો, અમે આઈપીએલ રમવા માટે ઉડાન ભરવાના છીએ અને અબુધાબીમાં ઉતરવાના છીએ. મુસાફરી દરમિયાન આન્દ્રે રસેલે કહ્યું કે તેને ખોરાકમાં શું મળ્યું. આ પછી અબુ ધાબી પહોંચ્યા પછી, ટિમ સીફર્ટે માહિતી આપતા કહ્યું કે અમે પહોંચી ગયા છીએ અને માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ ૨૦૨૧ ના પહેલા ચરણમાં આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણે સારું પ્રદર્શન કર્યું ન હતું અને ટિમ સીફર્ટને રમવાની તક મળી ન હતી. કોરોના વાયરસને કારણે પ્રથમ તબક્કો મુલતવી રાખવામાં આવ્યો હતો અને ટિમ સીફર્ટ પણ કોરોનાથી પ્રભાવિત થયો હતો. કેકેઆર હાલમાં પોઈન્ટ ટેબલમાં ૭ મા સ્થાને છે. ટીમે પહેલા ચરણમાં ૭ મેચ રમી હતી જેમાં તેઓ માત્ર ૨ જીત્યા હતા અને ૫ માં હાર્યા હતા.