ન્યૂ દિલ્હી

જાપાની ટેનિસ ખેલાડી નઓમી ઓસાકા ૨૮ જૂનથી શરૂ થનારી વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનથી બહાર નીકળી ગઈ છે. ઓસાકાએ અંગત કારણો જણાવીને આ ર્નિણય લીધો છે અને તે આ વર્ષે યોજાનારી ટોક્યો ઓલિમ્પિક પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ પહેલા ઓસાકાએ ફ્રેન્ચ ઓપન ૨૦૨૧ થી પણ પીછેહઠ કરવાનો ર્નિણય લીધો હતો. ગુરુવારે, રાફેલ નડાલે પણ જાહેરાત કરી કે તે આ વર્ષની વિમ્બલ્ડન અને ટોક્યો ઓલિમ્પિકમાં રમતા જોવા મળશે નહીં.

નાઓમી ઓસાકાના એજન્ટ સ્ટુઅર્ટ ડુગિડે એએફપીને મેલ દ્વારા જણાવ્યું. તેણે ઉમેર્યું કે ઓસાકા ઓલિમ્પિક માટે તૈયાર થઈ જશે અને તે તેના ઘરના ચાહકો સામે રમવા માટે આગળ જોઈ રહી છે. ફ્રેન્ચ ઓપન ૨૦૨૧ માં પ્રેસ કોન્ફરન્સમાં ભાગ ન લેવા બદલ ઓસાકાને ૧૫,૦૦૦ યુએસ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે અચાનક ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળવાનો ર્નિણય લીધો હતો. ઓસાકાએ કહ્યું કે તે ૨૦૧૮ થી માનસિક તાણ સામે લડી રહી છે. નડાલ આ વર્ષે વિમ્બલ્ડનમાં પણ જોવા મળશે નહીં અને ઓલિમ્પિકમાં પણ ભાગ લેશે નહીં.