મુંબઈઃ  

ક્રિકેટ ક્રુણાલ પંડ્યા મુશ્કેલીમાં ફસાઈ શકે છે. આઈપીએલ રમીને દુબઈથી મુંબઈ પરત ફરેલા ક્રુણાલ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો છે. આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના સભ્ય ક્રુણાલ પંડ્યા પાસેથી વધુ માત્રામાં સોનું અને અન્ય કિંમતી વસ્તુ મળી આવી છે. હાલ તેની મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. હકીકતમાં ક્રુણાલ પંડ્યા પર તે વાતની શંકા કરવામાં આવી રહી છે કે તેની પાસે નક્કી મર્યાદાથી વધુ સોનું છે. તેની પાસેથી કેટલોક કિંમતી સામાન પણ મળ્યો છે, જેમાં બે સોનાની બંગડી અને મોંઘી ઘડિયાળ સામેલ છે. હાલ કસ્ટમના અધિકારી તેની પૂછપરછ કરી રહ્યાં છે અને ડીઆરઆઈ તે વાતની તપાસ કરી રહી છે કે તેની પાસે જે કિંમતી સામાન મળ્યો છે તેના ડોક્યૂમેન્ટ હાજર છે કે નહીં.

એક વર્ષથી વધુ સમય સુધી વિદેશમાં રહેતી વ્યક્તિ 50 હજાર પૂપિયા સુધીનું સોનું ભારતમાં ડ્યુટી ફ્રીમાં લઈ આવી શકે છે. તો મહિલાઓને એક લાખ સુધીની છૂટ છે. ડ્યૂટી ફ્રીની શરત માત્ર સોનાના ઘરેણા પર લાગૂ છે. સોનાના સિક્કા અને બિસ્કિટ્સ પર આ ડ્યૂટી ભરવી પડે છે.