/
આ ખેલાડીએ 146 રનની ઇનિંગ્સ રમી કે.એલ રાહુલને પાછળ છોડી દીધો

નવી દિલ્હી

મેઘાલય ના કેપ્ટન અને વિકેટકીપર પુનીત બિશ્ટે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બિશ્ટે 51 બોલમાં 146 રનની છગ્ગા ફટકારીન હતા. જેના થી મેઘાલયને ચેન્નઇમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી પ્લેટ ગ્રુપ મેચમાં, મિઝોરમ સામે 130 રનની વિશાળ જીત નોંધાવી હતી. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી શરૂ થયાને ચાર દિવસ થયા છે, પરંતુ અત્યાર સુધીમાં ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી ચુક્યા છે.

દિલ્હી તરફથી રમી ચુકેલા બિષ્ટ મેઘાલય ની ટીમમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે સદી દરમિયાન મિઝોરમની બોલિંગમાં છ ચોગ્ગા અને 17 છગ્ગા ફટકાર્યા હતા. તેની ઇનિંગ દરમિયાન તેણે ફક્ત ચોક્કા અને છગ્ગાની મદદથી 126 રન બનાવ્યા હતા. 34 વર્ષીય બિષ્ટે આ દરમિયાન એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે હવે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર વિકેટકીપર કેપ્ટન બની ગયો છે. તેના પહેલાં આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો. રાહુલ આઈપીએલ 2020 માં કિંગ્સ ઇલેવન પંજાબ તરફ થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 132 રનની ઇનીંગ રમ્યો હતો. 

બિષ્ટ ચોથા નંબર પર ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો છે. તેણે શ્રીલંકાના દાશુન શનાકાનો રેકોર્ડ તોડ્યો હતો. 2016 માં શનાકાએ સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ તરફથી રમતી વખતે ગોલ સામે ચોથા નંબર પર બેટિંગ કરતા અણનમ 131 રનની ઇનિંગ રમી હતી. ટી20 ઇનિંગ્સમાં મહત્તમ છગ્ગાની દ્રષ્ટિએ બિશ્ટ સંયુક્ત રીતે બીજા નંબર પર પણ આવી ગયો હતો. બિષ્ટની આ તોફાની ઇનિંગને કારણે મેઘાલય એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 230 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મિઝોરમની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 100 રન જ બનાવી શકી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution