ન્યૂ દિલ્હી

ક્રોએશિયામાં એક સ્પર્ધા અને પ્રેક્ટિસ પ્રવાસના અંતિમ ચરણમાં પહોંચેલી ભારતીય શૂટિંગ ટુકડી ૧૬ જુલાઈએ ઝગ્રેબથી ટોક્યો રવાના થશે અને બીજા દિવસે ઓલિમ્પિક્સના યજમાન શહેરમાં પહોંચશે. ટોક્યોમાં શૂટર્સ અને સપોર્ટ સ્ટાફ ત્રણથી ચાર દિવસ માટે ક્વોરન્ટીનમાં રહેશે કારણ કે તેઓ એવા દેશથી જાપાન આવી રહ્યા છે જ્યાં કોરોના રોગચાળાને કારણે પરિસ્થિતિ ગંભીર નથી.

આ રમતો જાપાનની રાજધાનીમાં ૨૩ જુલાઈથી ૮ ઓગસ્ટ દરમિયાન યોજાશે. રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સૂત્રએ જણાવ્યું હતું કે “શૂટર્સ ભારતથી ન જઇ રહ્યા હોવાથી તેઓને લાંબા સમય સુધી અલગતામાં રહેવું નહીં પડે. ભારતમાં કોરોનાના મામલાની સંખ્યા વધુ હોવાને કારણે અહીંથી જતા રહેનારાઓને લાંબી એકલતામાંથી પસાર થવું પડશે.

શૂટિંગ ટીમ ૧૬ જુલાઇથી રવાના થશે અને ૧૭ જુલાઇએ ટોક્યો પહોંચશે. આ લાંબી મુસાફરી થશે, પરંતુ એક સ્ટોપ હશે તેમણે કહ્યું. ભારતીય શૂટિંગ ટીમ ૧૧ મેના રોજ ઝગરેબ જવા રવાના થઈ હતી. ભારતીય શૂટર જોકે ક્રોએશિયાના ઓસિક ખાતે આઇએસએસએફ વર્લ્ડ કપમાં એક સુવર્ણ, એક રજત અને બે કાસ્ય સાથે દસમા ક્રમે સ્થાને રહી શકી નથી.