ન્યુ યોર્ક- 

ડિફેન્ડિંગ ચેમ્પિયન નાઓમી ઓસાકાએ યુએસ ઓપન ટેનિસના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે જ્યારે તેના વિરોધીએ મેડિકલ કારણોસર બીજા રાઉન્ડનો મુકાબલો છોડી દીધો હતો. ઓસાકા સર્બિયાની ઓલ્ગા ડેનીલોવિચ સાથે રમવાની હતી. હવે તેના સ્થાને ૧૨ મી ક્રમાંકિત સિમોના હાલેપ અને ક્રિસ્ટીના કુસોવા વચ્ચેની મેચ થશે.

ઓસાકાએ પ્રથમ મેચ ૬ માં મેરી બુઝકોવાને ૬-૪, ૬-૧ થી હરાવી હતી. ૨૦૨૦ ઓસ્ટ્રેલિયન ઓપનમાં કોકો ગૌ સામે હાર્યા બાદ તે એક પણ ગ્રાન્ડ સ્લેમ મેચ હારી નથી. માનસિક સ્વાસ્થ્યના કારણોસર ફ્રેન્ચ ઓપન અધવચ્ચે છોડ્યા બાદ તે વિમ્બલ્ડન પણ રમી ન હતી.