દિલ્હી-

ઈન્ડિયન ટીમે ૫૬ રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી, ત્યાર પછી ઇંગ્લિશ બોલર્સે બેક ટુ બેક વિકેટ્‌સ ઝડપીને ઈન્ડિયન ટીમને ૭૮ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. તેવામાં પહેલી ઈનિંગમાં ઈન્ડિયાએ છેલ્લા ૨૨ રન કરવામાં ૭ મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દેતા કેપ્ટન કોહલીના પહેલા બેટિંગ કરવાના ર્નિણય સામે સવાલો ઊઠી રહ્યા છે. વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. તેવામાં ઉલ્લેખનીય છે કે સતત ૮ ટોસ હાર્યા પછી વિરાટ કોહલીએ ટોસ જીત્યા પછી કહ્યું હતું કે હું ઘણો આશ્ચર્યચકિત છું, કે ટોસ આજે મારા નામે થયો છે. અમે ઈન્ડિયન ટીમમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. અમારા મત મુજબ આ પિચ પર વધુ એક ફાસ્ટ બોલર હોવાથી ઇંગ્લિશ ટીમને અમે પ્રેશરમાં લાવી શકી છું. આની સાથે જ જાડેજાની બોલિંગ સ્ટાઇલથી ઇંગ્લિશ બેટ્‌સમેન પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ૫ ટેસ્ટની ત્રીજી મેચ લીડ્‌સના હેડિંગ્લેમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સમયે ઈન્ડિયન ટીમ પહેલી ઈનિંગમાં ૭૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે -૨ સ્ટમ્પ્સ સુધી ૮ વિકેટના નુકસાને ૪૨૩ રન કર્યા છે. અત્યારે ઓલી રોબિન્સન ૦ અને ઓવર્ટન ૨૪ રન કરી ક્રીઝ પર છે. ઇંગ્લિશ કેપ્ટન જાે રૂટને બુમરાહે ક્લિન બોલ્ડ કર્યો, તે ૧૨૧ રન કરી પેવેલિયન ભેગો થયો હતો. રૂટે ટેસ્ટ ફેર્મેટમાં ૨૩મી સદી ફટકારી હતી. આ ઈન્ડિયા સામે તેની ઓવરઓલ ૮મી અને સતત ૩જી સદી છે. રૂટ બંને દેશો વચ્ચે રમાયેલી ટેસ્ટમાં સૌથી વધુ સદી નોંધાવનાર બેટ્‌સમેન બની ગયો છે. તેણે રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને એલિસ્ટર કુકનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ત્રણેય બેટ્‌સમેને એકબીજા વિરૂદ્ધ ૭ સદી નોંધાવી છે. રૂટની ટેસ્ટ કારકિર્દીની ૫૧મી અને મલાનની ૭મી અર્ધસદી. આ સિરીઝમાં રૂટનો સતત ચોથો ૫૦ સ્કોર છે. આની પહેલા તેણે નોટિંઘમમાં ૬૪ અને ૧૦૯ તથા લોર્ડ્‌સમાં ૧૮૦ રન કર્યા હતા. રૂટ અને મલાન વચ્ચે અત્યાર સુધી ૧૦૦ રનની ભાગીદારી નોંધાઈ છે.ઇંગ્લેન્ડ ટીમના બેટ્‌સમેન શુક્રવારે કાળી પટ્ટી બાંધીને મેદાન પર આવ્યા હતા. તેણે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન ટેડ ડેક્સ્ટરની યાદમાં આ પાટ્ટી પહેરી હતી. તેમનું ગુરુવારે ૮૬ વર્ષની વયે અવસાન થયું છે. ટેડને ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક માનવામાં આવે છે. તેણે ૧૯૮૬મા ટેસ્ટ ખેલાડીઓની રેન્કિંગ સિસ્ટમમાં મદદ કરી હતી. આ મેચમાં જેમ્સ એન્ડરસને ચેતેશ્વર પુજારાને પેવેલિયનનો રસ્તો બતાવીને તેની કરિયર પર પણ પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. તેવામાં ઈન્ડિયન ટીમમાં સૂર્યકુમાર યાદવની એન્ટ્રી થવાની સંભાવના રહેલી છે. સૂર્યકુમારજ સારા ફોર્મમાં છે. ટીમ મેનેજમેન્ટે પણ પૃથ્વી શો અને સૂર્યકુમારને શ્રીલંકા ટૂર પછી ઇંગ્લેન્ડ ટૂરમાં સ્થાન આપતા હવે ચોથી ટેસ્ટ મેચમાં સૂર્યકુમાર રમી શકે છે.