ફ્રાન્સ 

નેશન્સ લીગ ફુટબોલ ટૂર્નામેન્ટની મેચમાં જર્મનીએ બે ગોલથી પાછળ રહ્યા બાદ વાપસી કરી સ્વિટ્ઝર્લેન્ડને ૩-૩થી બરાબરી પર રોક્યુ.જ્યારે યુક્રેન પ્રથમ વખત સ્પેનને હરાવવામાં સફળ રહ્યું. બ્રાઝિલે નેરૂની હેટ્રિકની મદદથી પેરુને 4-2થી હરાવ્યુ. આ ઉપરાંત લિયોનલ મેસ્સીની આગેવાની હેઠળ આર્જેન્ટિનાએ બોલિવિયાને 2-1થી હરાવ્યુ.

સ્વિસ ટીમે એક સમયે મારિયો ગાવરાનોવિચ (પાંચમા) અને રેમો ફ્રેલર (26) ના ગોલ સાથે 2-0ની લીડ મેળવી હતી. ટીમો વર્નરે 28 મી મિનિટમાં જર્મની માટે પહેલો ગોલ કર્યો. હાફ ટાઇમ સુધી સ્વિટ્ઝરલેન્ડ 2-1થી આગળ હતું.

કાઈ હોવર્ટ્ઝે 55 મી મિનિટમાં જર્મનીની બરાબરી કરી લીધી પરંતુ ગેવરનોવિચે આગલી મિનિટમાં જ પોતાનો બીજો ગોલ કરીને સ્વિસ ટીમને ફરીથી આગળ ધકેલી દીધી. જર્મની માટે સર્જેઇ ગનાબરીએ 60 મી મિનિટમાં બરાબરી કરી. 

ગ્રુપ ફોરમાં યુક્રેને કિવમાં રમાયેલી મેચમાં સ્પેનને 1-0થી હરાવ્યું. સ્પેન પર આ તેની પ્રથમ જીત છે. અવેજી વિક્ટર સાયગનકોવે 76 મી મિનિટમાં યુક્રેન માટે નિર્ણાયક ગોલ કર્યો. સ્પેનના હવે ચાર મેચમાંથી સાત પોઇન્ટ છે. તે જર્મની અને યુક્રેનથી એક પોઇન્ટ આગળ છે. બે ડ્રો રમ્યા બાદ સ્વિટ્ઝર્લેન્ડ ગ્રુપના સૌથી નીચે છે.