દુબઈ  

ભારતની ટોચની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ કૈટરિન ગોર્ગોદજની સાથે મળીને અલ હબ ટ્રોફી જીતી લીધી છે. કોવિડ રોગચાળાની અસર હેઠળ રહેલાં સમગ્ર ૨૦૨૦ દરમિયાન રૈનાનો આ ત્રીજો ડબલ્સ ખિતાબ છે.

ભારત અને ર્જોજિયાની અનસિડેડ જોડીએ એક લાખ ડોલરનું ઇનામ ધરાવતી આ હાર્ડ કોર્ટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્પેનની અલિયોના બોલસોવા અને સ્લોવાકિયાની કાજા જુવાનની જોડીને ૬-૪, ૩-૬, ૧૦-૬થી હરાવી હતી. અંકિતા માટે આ ફાઇનલ સત્રની ચોથી ફાઇનલ હતી પરંતુ કેલેન્ડર વર્ષ માટે આ ટ્રોફી સૌથી મોટો વિજય હતો કેમ કે તેણે અગાઉ જે બે વિજય હાંસલ કર્યા હતા તે ૨૫,૦૦૦ ડોલરના સ્તરનાં હતાં. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અંકિતાએ ત્રીજી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તેમાંથી તેણે થાઇલેન્ડમાં નોંથાબુરીમાં બિબિયાને શૂફ્સની સાથે ઉપરાઉપરી ડબલ્સનો તાજ મેળવ્યો હતો અને પછી જોધપુરમાં ભારતના સ્નેહલ માનેની સાથે ઉપવિજેતા રહી હતી.