નવી દિલ્હી 

જોની બેરસ્ટોની અણનમ 86 રનની મદદથી ઇંગ્લેન્ડે 3 મેચની શ્રેણીની પ્રથમ ટી 20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટ હરાવ્યુ.આ જીતની સાથે યજમાન ઇંગ્લેન્ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. દક્ષિણ આફ્રિકા દ્વારા રાખવામાં આવેલા 180 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં અંગ્રેજી ટીમે 4 બોલ બાકી રહીને 5 વિકેટે 183 રન બનાવ્યા હતા. બેરસ્ટોને તેની શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

લક્ષ્યનો પીછો કરવા યજમાન ટીમે શરૂઆત સારી નહોતી કરી. ઇનિંગની પહેલી ઓવરના બીજા બોલ પર ઓપનર જેસન રોયને જ્યોર્જ લિન્ડે વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આપ્યો હતો અને દક્ષિણ આફ્રિકાને પ્રારંભિક સફળતા અપાવી હતી.

જેસન પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ઇંગ્લેન્ડની 3 વિકેટ 34 રનના કુલ સ્કોર પર પડી ગઈ હતી. ત્યારબાદ બેરસ્ટો અને બેન સ્ટોક્સે ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ પર 85 રનની ભાગીદારી કરી અને કુલ સ્કોર 119 રન પર પહોંચ્યો. ચોક્સ અને 3 છગ્ગાની મદદથી 27 બોલમાં 37 રન બનાવી સ્ટોક્સ આઉટ થયો હતો. તે તબરેઝ શમસી દ્વારા આઉટ થયો હતો. 

બેઅરસ્ટોએ તેની અણનમ ઇનિંગ્સ દરમિયાન 48 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ઇઓન મોર્ગન 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી લિન્ડે અને લુંગી એનગિડીએ 2-2 વિકેટ લીધી હતી.

આ અગાઉ દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટે 179 રન બનાવ્યા હતા. મુલાકાતી ટીમ તરફથી ફાફ ડુ પ્લેસીસે 40 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સૌથી વધુ 58 રન બનાવ્યા જ્યારે ડી કોકે 23 બોલમાં 30 રન બનાવ્યા. વેન ડર ડુસેને 28 બોલમાં 37 રનનું યોગદાન આપ્યું જ્યારે હેનરિક ક્લાસેને 12 બોલમાં 20 રન બનાવ્યા.