બ્રિસ્બેન 

એમિલિયા કેરના શાનદાર પ્રદર્શનના આધારે ન્યુઝીલેન્ડે ત્રીજી અને અંતિમ ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવી આ રીતે ન્યુઝીલેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયા સામે 13 મેચ હાર્યા બાદ પ્રથમ વિજય નોંધાવ્યો. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ બંને ટી -20 મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી છે.

એમિલિયાએ પ્રથમ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટે 123 રન બનાવી શકી હતી. તેના માટે એશલેગ ગાર્ડનરે 29 રન બનાવ્યા. 

આ પછી, એમિલિયાએ અંતિમ ક્ષણોમાં ત્રણ ચોગ્ગાની મદદથી દસ બોલમાં અણનમ 18 રન બનાવ્યા, જેના કારણે ન્યૂઝીલેન્ડ 19.3 ઓવરમાં પાંચ વિકેટે 125 રન બનાવી શક્યું. તેની તરફથી એમી સેટરવેટે 30 રનનું યોગદાન આપ્યું હતું. 

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સામે છેલ્લી સાત ટી -20 અને છ વનડે મેચ જીતી હતી. આ બંને ટીમો વચ્ચે શનિવારથી જ બ્રિસ્બેનમાં ત્રણ વનડે મેચની શ્રેણી રમાશે.